Here I present the compilation of some of the works of Kalapi .An attempt by me has been made to simplify the understanding of the poetry by presenting tough meanings . Then too if you have any difficulty in understanding any word or phrase , feel free to comment.
યારી ગુલામી શું કરું તારી સનમ !
ગાલે ચૂમું કે પ્હાની એ તુને સનમ !
તું આવતા ચશ્મે જીગર મારું ભરે ,
જતા મગર શું શું કરી રોકું ? સનમ ..
તું ઈશ્ક છે , યા મહેરબાની યા રહમ ,
હસતા ઝરે મોતી લબે તે શું? સનમ ..
મહેંદી કદમ ની જોઈ ના પૂરી કદી,
આવી ન આવી એમ શું? થતી સનમ ..
તારી સવારી ફૂલ ની ક્યાં ક્યાં ફરે?
તેનો બનું ભમરો , બની શું શું ? સનમ !
છે દિલ્લગી નો શોખ કે તુને નહિ ?
તો આમ કા? કા બોલ ના આવી સનમ !!
આ ચશ્મ ની તુને ચદર ખુચે નક્કી ,
કોને બિછાને તું સદા પોંઢે ? સનમ !
તુને કહું ખાવિંદ તો રીઝે નહિ !
ત્યાયે હંસે તું દુર ની દૂરે સનમ!
To begin with his most famous and celebrated poem
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
Meaning of tough words
1) લાલી -blush
2) ગેબી - invisible
3) દમબદમ-with every breath
4)સિતમ - harassment
________________________________________________________________________
સનમ ને (ગઝલ)
યારી ગુલામી શું કરું તારી સનમ !
ગાલે ચૂમું કે પ્હાની એ તુને સનમ !
તું આવતા ચશ્મે જીગર મારું ભરે ,
જતા મગર શું શું કરી રોકું ? સનમ ..
તું ઈશ્ક છે , યા મહેરબાની યા રહમ ,
હસતા ઝરે મોતી લબે તે શું? સનમ ..
મહેંદી કદમ ની જોઈ ના પૂરી કદી,
આવી ન આવી એમ શું? થતી સનમ ..
તારી સવારી ફૂલ ની ક્યાં ક્યાં ફરે?
તેનો બનું ભમરો , બની શું શું ? સનમ !
છે દિલ્લગી નો શોખ કે તુને નહિ ?
તો આમ કા? કા બોલ ના આવી સનમ !!
આ ચશ્મ ની તુને ચદર ખુચે નક્કી ,
કોને બિછાને તું સદા પોંઢે ? સનમ !
તુને કહું ખાવિંદ તો રીઝે નહિ !
ત્યાયે હંસે તું દુર ની દૂરે સનમ!
-કલાપી
Meaning of tough words
1)દિલ્લગી - love , friendship
2)ચશ્મ - eyes .
3)ખાવિંદ - master